Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major relief to farmers of six villages of Vichia, eco-sensitive zone will be de-noted

VIDEO: વિછીયાના છ ગામના ખેડૂતોને મોટી રાહત, ઇકોસેન્સિટિવ ઝોનની નોંધ હટાવાશે

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના છ ગામના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. હિંગોળગઢ, લાલાવદર, ખડકાણા, અમરાપુર, ગુંદાળા અને ભોયરા ગામના ખેડૂતોની જમીનના 7/12ના ઉતારામાંથી ઇકોસેન્સિટિવ ઝોનની નોંધ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પર્યાવરણ અને વન વિભાગ દ્વારા ખેડૂતોને આ મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વન વિભાગના અધિકારીઓ સાથે ગ્રામજનોની બેઠક યોજી હતી. નોંધ દૂર થયા બાદ ખેડૂતો પોતાની જમીન પર કુવો ખોદવા સહિતની જરૂરી કામગીરી કરી શકશે. આ નિર્ણયથી વર્ષોથી અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. સાથે જ હિંગોળગઢ અભ્યારણ્યની ફરતે સુરક્ષા માટે દિવાલ બનાવવાની યોજના પણ હાથ ધરવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News