VIDEO: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ સરકારી કોલેજના પ્રિન્સિપાલ સામે શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરેશ રાવલને રાજ્યના શિક્ષણ વિભાગે ડિસમિસ કર્યા છે. રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ દરમિયાન RUSA ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપો થયા હતા. RUSAની 50 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી 25.36 લાખ રૂપિયાની નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે લાંબી તપાસ બાદ ગેરરીતિ સાબિત થતાં શિક્ષણ વિભાગે પરેશ રાવલને ડિસમિસ કરવાનો નિર્ણય લીધો છે.

