VIDEO: બ્રિજના કામમાં ગેરરીતિ સામે રાજકોટ મ્યુ.કમિ.ની મોટી કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટમાં RMC કમિશનર તુષાર સુમેરાએ કટારીયા ચોકડી નજીક ત્રણ નાના બ્રિજના કામમાં ગેરરીતી સામે કાર્યવાહી કરી છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે નાયબ ઈજનેર વિજય કારીયા અને આસીસ્ટન્ટ ઈજનેર વિશાલ વાગડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 40 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજના એલાઈમેન્ટમાં ખામી સામે આવતા બેકબોન કન્ટ્રક્શનનું કામ તપાસ હેઠળ આવ્યું છે. સમગ્ર મામલે વિજિલન્સ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરાશે અને નાની બેદરકારી પણ ચલાવી નહીં લેવાય તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે.

