Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Locals staged a fierce protest against the bad road in Rajkot's Raidhar

VIDEO: રાજકોટના રૈયાધારમાં ખરાબ રોડ રસ્તા સામે સ્થાનિકોએ થાળી વગાડી ઉગ્ર વિરોધ કર્યો

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ નગરના રહિશોએ ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ થાળી અને વેલણ વગાડી તંત્ર સામે અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં જતો મુખ્ય માર્ગ વર્ષોથી કાચો હોવાથી ચોમાસામાં કાદવ અને પાણી ભરાઈ જાય છે, જેના કારણે રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. એટલું જ નહીં, કાચા રસ્તાના કારણે અનેક વખત સાપ જેવા ઝેરી જીવજંતુઓ પણ સોસાયટીમાં ઘૂસી આવે છે, જે રહિશો માટે જોખમરૂપ બન્યું છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક પક્કા રસ્તાની માંગ ઉઠાવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News