VIDEO: ગોંડલમાં લાખો રૂપિયાની ચાંદી, રોકડ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 ઝડપાયા
સોર્સ : gstv
રાજકોટ ગ્રામ્યના ગોંડલના મોવિયા ગામમાં લાખો રૂપિયાની ચાંદી અને રોકડની ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને નિશા વિજયભાઈ રાઠોડ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 7 લાખ રૂપિયાની ચાંદી અને 80 હજાર રૂપિયા રોકડા સહિત ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ મૂળ ગીર પંથકના હોવાનું સામે આવ્યું છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

