VIDEO: કનૈયા ડેરી ફાર્મ પર પોલીસ-આરોગ્ય વિભાગનો સંયુક્ત દરોડો
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં અખાદ્ય ખાદ્યપદાર્થો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી તેજ બની છે. આજીડેમ ચોકડી નજીક આવેલા કનૈયા ડેરી ફાર્મમાં આજીડેમ પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી અખાદ્ય મીઠાઈ તેમજ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ બાદ અંદાજે 95 કિલોગ્રામ મીઠાઈનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શંકાસ્પદ ઘી અને મીઠાઈના સેમ્પલ લઈ વધુ વૈજ્ઞાનિક તપાસ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર મામલે કનૈયા ડેરી ફાર્મના માલિક રામશી ગોકળ ખાંભલાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

