VIDEO: નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયાલાલ કી: દ્વારકા, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ આજ રોજ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ 5251 પહેલા ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે થયો હતો. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ વૃષભ લગ્ન, વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો.
દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ
દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ પુર્ણ:શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને લઈ જગતમંદિર કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરાયું; ભાવિકોમાં અનેરા ઉત્સાહ સાથે થનગનાટ યાત્રાધામ દ્વારકામાં આગામી તા.26 ઓગષ્ટ ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
શામળાજી વિષ્ણુ મંદિરમાં તડામાર તૈયારીઓ
શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે કૃષ્ણ જન્મોત્સવ પર્વને માણવા ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે. શામળાજી ખાતે વહેલી સવારથી જ કૃષ્ણ જન્મોત્સવ ને લઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભગવાન શામળાજીની મંગલા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કૃષ્ણ જન્મોસત્વની શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. શામળાજી મંદિર ખાતે પોલીસનો પણ સધન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.શામળાજીમાં મટકી ફોડ,ભજન મંડળી,રસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

