VIDEO: રાજકોટમાં સામુહિક આપઘાત કેસમાં આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ
સોર્સ : gstv
રાજકોટમાં પીડબ્યુડીના પૂર્વ કર્મચારીના પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. સામુહિક આપઘાતની આ ઘટનામાં પોલીસે આર્થિક સંકટ કે વ્યાજખોરોના ત્રાસની દિશામાં તપાસ શરૂ કરી છે..ખાસ કરીને પૂર્વ કર્મચારીદિલીપ ખખ્ખરનો પુત્ર નિશીથ શું કામધંધો કરતો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે... આ ઉપરાંત કોઈ ધમકી મળતી હતી કે નહીં તે જાણવા કોલ ડિટેઇલ્સ પણ તપાસવામાં આવશે. હાલ સુધી ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.

