VIDEO: રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: નેતાઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
સોર્સ : gstv
રાજકોટમાં સસ્પેન્ડેડ કોંગ્રેસ સભ્ય વિજયસિંહ જાડેજાએ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો દાવો કરી ગુરુ વંદના લો કોલેજની મંજૂરી અને સંચાલન અંગે RTI મારફતે માહિતી માંગી છે. કોલેજને ફાળવાયેલી જમીન, પ્રોફેસરોની હાજરી અને નિયમોના પાલનમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરી યુનિવર્સિટીના VC સમક્ષ તટસ્થ તપાસ તથા ફોજદારી કાર્યવાહીની માંગ કરાઈ છે. શિક્ષણ સમિતિના ઉમેદવારી ફોર્મના વિવાદ બાદ સામે આવેલા આ આક્ષેપોથી રાજકીય ગરમાવો આવ્યો છે.

