VIDEO: જામકંડોરણામાં PGVCLની નવી કચેરીનું લોકાર્પણ, ખેડૂતોને હવે ૮ના બદલે ૧૦ કલાક વીજળી મળશે
સોર્સ : gstv
રાજકોટના જામકંડોરણા ખાતે PGVCLની નવી ડિવિઝન-૨ કચેરીનું મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જામકંડોરણાના ૫૦ જેટલા ગામોના ખેડૂતોને વીજ પ્રશ્નોથી મુક્તિ આપવા આ નવી કચેરી શરૂ કરાઈ છે. આ કાર્યક્રમ દરમિયાન વરસાદ ખેંચાતાં ઉદ્ભવેલી મુશ્કેલીને ધ્યાને રાખી ધારાસભ્ય જયેશ રાદડિયાની રજૂઆત બાદ ખેડૂતોને હવે ૮ના બદલે ૧૦ કલાક વીજળી આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પાકને જીવતદાન મળશે અને ખેડૂતોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે. આ ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને ટાવરની સમસ્યાઓ ઉકેલવાની પણ ખાતરી અપાઈ છે.

