Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In Rajkot, the blood relations were shamed: the father killed his son by hitting him with a hammer!

VIDEO: રાજકોટમાં લોહીના સંબંધો લજવાયા: પિતાએ જ હથોડાના ઘા મારી સગા પુત્રની કરી હત્યા!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ભક્તિનગર પોલીસ મથક હેઠળના આહિર ચોક વિસ્તારમાં પિતાના હાથે જ સગા પુત્રની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી પિતા બાબુ સવસેટાએ પોતાના ૩૩ વર્ષીય પુત્ર રામને હથોડાના ઘા ઝીંકી દઈ ઘાતકી રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પિતાની ખરાબ સંગત, કુટેવો અને પિતા-પુત્ર વચ્ચે થતા કૌટુંબિક વિવાદના કારણે આ કરૂણ અંજામ આવ્યો હતો. રક્ષાબંધનના તહેવાર પહેલા જ ત્રણ બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં જ હત્યાના ૮ બનાવો નોંધાતા પોલીસની કામગીરી અને શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. 

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News