VIDEO:રાજકોટના નામી રેસ્ટોરન્ટમાં ગંદકીનો ભંડાફોડ, લોટમાંથી ધનેડા મળતા હડકંપ
સોર્સ : GSTV
રાજકોટના પ્રખ્યાત બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન લોટમાંથી ધનેડા મળી આવતા ચકચાર મચી છે, જેમાં 360ની મોંઘીદાટ થાળી પીરસતા રેસ્ટોરન્ટના સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલાએ ધનેડા બહારથી આવ્યા છેઅને ચટણી બગડેલી નથીતેવો લૂલો બચાવ કર્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવવા માટે આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તંત્રની આવી નરમ કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે અને સવાલ ઉઠી રહ્યો છે કે જનઆરોગ્ય જોખમાવતા આવા લેભાગુ રેસ્ટોરન્ટોને માત્ર દંડ કરવાને બદલે સીલ ક્યારે કરવામાં આવશે?

