VIDEO: હળવદના સુરવદર ગામમાં ડેન્ગ્યુના 20થી વધુ કેસ, ગ્રામજનોએ કહ્યું- 'ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો'
સોર્સ : gstv
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામમાં ડેન્ગ્યુના 20થી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ફોગિંગ અને દવાનો પાવડર છાંટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે, ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની ફરતે ફેલાયેલી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને પગલે ડેન્ગ્યુ ફેલાયો છે. સ્થાનિકોની માંગ છે કે જો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વે કરવામાં આવે તો કેસોનો આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે. હાલ દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ચિંતાનું મોજું છે.

