VIDEO: રાજકોટમાં ગેરકાયદે હથિયારની બોલબાલા
સોર્સ : gstv
રાજકોટમાં જાણે ગેરકાયદે હથિયારો ઝખીરો આવ્યો હોય તેમ સત્તત 15 દિવસથી ગેરકાયદેસર હથિયારો પકડાઈ રહ્યા છે .શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક સફળ કાર્યવાહી કરતાં કુવાડવા રોડ વિસ્તારમાંથી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે વિજય બાવળિયા અને રિપલા રાઠવાની પાસેથી ત્રણ પિસ્તલ અને એક દેશી તમંચો સહિત કુલ ચાર ગેરકાયદે હથિયારો કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં હથિયારો ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ હથિયારો કોની પાસેથી લાવ્યા અને તેનો ઉપયોગ કયા ગુનામાં થવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે છેલ્લા 15 દિવસમાં શહેરમાંથી ઝડપાયેલા ગેરકાયદે હથિયારોની સંખ્યા હવે 48 સુધી પહોંચી ગઈ છે.

