VIDEO: જંગલેશ્વર બાદ રાજકોટ મનપામાં આવાસ કૌભાંડ: ૧૧ લાભાર્થીઓને બે-બે આવાસ ફાળવાયા
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલિશન બિલ કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગરીબો અને જરૂરિયાતમંદો આવાસ માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક જ વ્યક્તિને બે-બે આવાસ ફાળવવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ચકાસણી દરમિયાન ૧૧ લાભાર્થીઓને કુલ ૨૨ આવાસ ફાળવાયા હોવાનું સામે આવ્યું છે. કૌભાંડ બહાર આવતા જ બે આવાસ મેળવનાર મનીષાબેન જોટંગિયાના પતિ વિનુભાઈ એક આવાસ પરત કરવા મનપા પહોંચ્યા હતા. આવાસ વિભાગના ચેરમેન દિલીપ લુણાગરિયાએ તપાસના આદેશ આપી એક આવાસ રદ કરવાની જાહેરાત કરી છે. લેભાગુ અધિકારીઓના વહીવટ અને મનપા કમિશનર તુષાર સુમેરાની અજ્ઞાનતા સામે હવે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

