Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Hardik Singh, who fired at a petrol pump, threatened to kill him by giving him a pink bed

Ribda news: શું રાજકોટ બની રહ્યું છે બિહાર.....? પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહે પિન્ટુ ખાટડી આપી મારી નાખવાની ધમકી

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જયદીપસિંહ અને અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજિતસિંહ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા.

App Store

રીબડા ગ્રુપના પાર્ટનર ડિ.વિ.રાણા ઉર્ફે પિન્ટુ ખાટડીને પણ ધમકી 

રીબડા ગ્રુપના પાર્ટનર ડિ.વિ.રાણા ઉર્ફે પિન્ટુ ખાટડીને પણ ધમકી મળી છે. જે શખ્સે ફાયરિંગની ઘટનામાં જવાબદારી લીધે તે હાર્દિકસિંહ જાડેજાએ જ પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરીને સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો છે. વીડિયોમાં માથાભારે શખ્સે લખ્યું છે કે પીન્ટુ તારા ઘરે પણ રેકી થઈ ગઈ છે, હવે તારો વારો, તું નહીં મળે તો તારા ઘરના લોકો મરશે. વી રાણા ઉર્ફે  પિન્ટુ ખાટડી પણ ગેર કાયદેસર ડબ્બા ટ્રેડિંગ સહિતની ગેર પ્રવૃતિ કરતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ગૃહરાજ્ય મંત્રી આવતીકાલે રાજકોટ ગ્રામ્ય પોલીસના કાર્યક્રમમાં આપશે હાજરી

આવતી કાલે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી રાજકોટ ગ્રામ્ય પોલીસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જ ફાયરિંગ અને શહેરી વિસ્તારમાં ગુનાખોરોની રેકી સાથે જાહેરમાં વીડિયો બનાવી મારી નાખવાની ધમકીથી ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ જાહેરમાં ફાયરીંગથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. શું રાજકોટ બિહાર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

 હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી

રીબડા ગામ ખાતે પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી હતી. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સાથે થોડાક સમય અગાઉ અદાવત સર્જાઈ હતી. આ અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાર્દિકસિંહ જાડેજા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે.