Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 'Gandhinagar team is just pretending ', big revelation by former employee

Rajkot: 'ગાંધીનગરની ટીમ તપાસના નામે માત્ર ઢોંગ કરી રહી છે, સરકારી દવાના ગોડાઉનના પૂર્વ કર્મીનો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL)ના રાજકોટ સ્થિત સરકારી દવાના ગોડાઉનના પૂર્વ કર્મચારી મહેન્દ્ર બગડાએ મીડિયા સમક્ષ આવીને ગોડાઉનની ગંભીર ગેરરીતિઓ અને અવ્યવસ્થા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

App Store

દવાના ગોડાઉનની ગંભીર સ્થિતિ પર આક્ષેપ:

મહેન્દ્ર બગડાએ કરેલા આક્ષેપો મુજબ, ગોડાઉનમાં દવા રાખવા માટે જરાય જગ્યા નથી, તેમ છતાં ગાંધીનગરથી એકસાથે 5 થી 6 ટ્રક ભરીને દવાઓ મોકલી દેવામાં આવે છે. બધી દવાઓ બોક્સમાં જ પડી રહે છે.

ગોડાઉનમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા છે, પરંતુ લાઈટ જતી રહે તો તેને ચાલુ રાખવા માટે જનરેટર હોવા છતાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. તેમણે જણાવ્યું કે, "દોઢ વર્ષથી ગ્રાન્ટ આપવામાં આવી નથી," જેના કારણે જનરેટર ચાલુ કરી શકાય તેમ નથી. આનાથી માઈનસ ડિગ્રીમાં રાખવાની દવાઓ લાઈટ જાય તો બગડી જ જવાની છે.

તપાસ માત્ર ઢોંગ

તેમણે ગંભીર આરોપ મૂક્યો કે ગાંધીનગરથી આવેલી ટીમ તપાસના નામે માત્ર ઢોંગ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મુખ્ય લોકોને નહીં પરંતુ નિર્દોષ લોકોને છૂટા કરવામાં આવ્યા છે. અમને કોઈ જાણ કર્યા વિના છૂટા કરી અન્ય જગ્યાએ મોકલી દેવાયા છે.

સુરક્ષાનો અભાવ

ગોડાઉનમાં ફાયરના સાધનો નથી અને ફાયર NOC પણ લેવામાં આવ્યું નથી, જે એક મોટી સુરક્ષા ચૂક છે.

 

ટોપિક્સ:rajkotrajkot newsgmscl