VIDEO: ટેકાના ભાવે ખરીદી મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા
સોર્સ : gstv
ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મગફળી અને સોયાબીન સહિતની જણસ માટે 9 સપ્ટેમ્બરથી શરૂ થયેલું ઓનલાઈન રજીસ્ટ્રેશન સર્વરની ધીમી ગતિને કારણે થઈ શકતું નથી. ખેડૂત ખાતેદારના ફિગર આપવાનું ફરજિયાત કરાતા અન્ય ગામોમાં રહેતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે અને ધક્કા ખાવા પડે છે. એક તરફ રાજ્યમાં વરસાદની અછતને કારણે પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ સરકાર ખોટી જાહેરાતો કરી ખેડૂતોને ગુમરાહ કરી રહી છે.

