VIDEO: થોરીયાળીમાં ભારે વરસાદથી જળબંબાકાર
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મૂશળધાર વરસાદથી ગામના નદી-નાળા છલકાઈ ગયા હતા અને પાણી હોકડામાંથી પસાર થઈને સીધા રહેણાંક વિસ્તારો તેમજ મકાનોમાં ઘૂસી ગયું હતું. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, હોકડાની આસપાસ થયેલા ગેરકાયદે દબાણોને કારણે પાણીનો કુદરતી નિકાલ અવરોધાયો હતો, જેના લીધે આ આફત સર્જાઈ છે. સરપંચે ગામના જ કેટલાક ઈસમો પર આ દબાણો કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

