Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fire breaks out at factory in Jetpur, smoke seen far away

VIDEO: જેતપુરના કારખાનામાં આગ લાગતા અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં SBI બેન્ક રોડ ઉપર આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રકાશ ડાંઇગ નામના કારખાનામાં આગ લાગ્યાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી હતી.

App Store

કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

પ્રાથમિક માહિતી મુજબ, કારખાનાના બીજા માળે આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગની જાણ થતાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગના કારણે કારખાનામાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. બીજી તરફ, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આગની ઘટનામાં કારખાનામાં રહેલો સામાન અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ હોવાની આશંકા છે. પ્રાથમિક અંદાજ મુજબ આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે. આગ લાગવાનું કારણ જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.