Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Farmers worried as rain pulls in Virpur

VIDEO: વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતમાં ઠીક ઠાક વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર કરી દીધું હતું. જોકે વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.વાવેતર બાદ પાકના અંકુર તો ફૂટી ગયા છે, પરંતુ પૂરતો વરસાદ ન પડતા અનેક ખેતરોમાં પાક હવે મુરઝાવા અને સુકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો વરસાદના અભાવે વાવેલા બીજ જમીનમાં જ પડ્યા છે. વરસાદ ખેંચાતા કુવા, બોર અને તળાવના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતો સામે પાકને પિયત પાણી આપવું પણ મોટો પ્રશ્ન બની ગયો છે. હાલ પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે અને એ જ સમયે વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News