VIDEO: Rajkot / કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી ₹1 લાખ પડાવ્યા, પોલીસે 4 આરોપીઓને ઝડપ્યા
સોર્સ : GSTV
ધોરાજીમાં ફ્રેન્ડશીપ એપ મારફતે કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી 1 લાખ રૂપિયા પડાવવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ રોડ પર કારખાનું ધરાવતા પારસભાઈ સોજીત્રાને એપ પર આવેલા મેસેજથી ટોળકીએ જાળમાં ફસાવ્યા હતા. ઉપલેટા નજીક વાડીએ બોલાવી તેમને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. આરોપીઓએ ખોટા આક્ષેપો કરી પાઇપ અને ટ્યુબલાઇટથી માર મારી રૂપિયા પડાવ્યા હતા. ગૂગલ-પે દ્વારા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ વધુ રકમની માંગણી પણ કરી હતી. ધોરાજી પોલીસે કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

