VIDEO: રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
સોર્સ : gstv
રાજકોટ એરપોર્ટ પર એક મોટો બનાવ બનતા ચકચાર મચી ગઈ. દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં આગની આશંકા વ્યક્ત થતાં તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી….ફ્લાઇટને સુરક્ષિત રીતે રાજકોટ એરપોર્ટ પર ઉતારવામાં આવી. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ, પોલીસ અને એરપોર્ટ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષિત લેન્ડિંગ બાદ મોટી દુર્ઘટના ટળી ગઈ. સંબંધિત એજન્સીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને આગની આશંકાનું કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે.

