VIDEO: રાજકોટમાં નીટ પીજી પરીક્ષા કેન્દ્ર બહાર ડ્રામા સર્જાયો
સોર્સ : gstv
રાજકોટમાં આજે નીટ પીજીની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર બહાર ભારે ડ્રામા સર્જાયો હતો. પરીક્ષામાં પ્રવેશના અંતિમ સમયે જરૂરી ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દોડાદોડી જોવા મળી હતી. આત્મીય કોલેજ ખાતે એક વિદ્યાર્થીનીને પ્રથમ પ્રવેશ ન મળતા પરિવાર ભાવુક બની ગયો હતો અને વિદ્યાર્થીનીની માતા ધ્રુસકે ધ્રુસ્કે રડી પડી હતી. ઘટનાક્રમ દરમિયાન માતા બેભાન થઈ જતાં ચકચાર મચી હતી. જોકે બાદમાં વિદ્યાર્થીનીને પરીક્ષા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં પાંચ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં શહેરના બે કેન્દ્રોનો સમાવેશ થાય છે. અંદાજે 1200 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

