VIDEO:રાજકોટમાં તંત્રની બેવડી નીતિ? ગરીબો પર બુલડોઝર, વગદારો સામે નરમ વલણનો આક્ષેપ
સોર્સ : GSTV
રાજકોટમાં કાયદો સામાન્ય જનતા માટે અલગ અને વગદારો માટે અલગ હોય તેવો ઘાટ સર્જાયો છે. મનપા ગરીબોના આશિયાના પર બુલડોઝર ફેરવી દે છે, પરંતુ પૂર્વ મેયરના ગેરકાયદેસર બાંધકામ સામે લાચાર દેખાઇ રહી છે…રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ મળ્યા છતાં પણ યથાવત છે. કોર્પોરેશનની લાલ આંખ છતાં અહીં બાંધકામ અટકવાનું નામ નથી લઈ રહ્યું. નવાઈની વાત એ છે કે, આ બાંધકામ હવે ખુલ્લેઆમ નહીં પણ આગળ મોટા-મોટા પડદા ઢાંકીને, તેની પાછળ છૂપી રીતે કરવામાં આવી રહ્યું છે. દુકાનોના શટર લાગી ગયા છે અને આખેઆખો બીજો માળ ખડકી દેવાયો છે. તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માની બેઠું છે, જેને પગલે તંત્રની બેવડી નીતિ સામે આવી છે......

