Rajkot: સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન ઉપર હુમલા મામલે તબીબોમાં આક્રોશ, જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
સોર્સ : GSTV
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા પર થયેલા હુમલા મામલે હવે મેડિકલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આજથી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. માત્ર ઇમરજન્સી સેવાઓમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો કાર્યરત રહેશે.
જુનિયર ડોક્ટર એસોસિએશને ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો કરનાર જયદીપ ચાવડાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માંગણી કરી છે. ત્યારે આ મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે મારામારીનો બનાવ 28મી ડિસેમ્બરના રોજ બન્યો હતો.

