VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળશે જેમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહેવાની છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચનો મુદ્દો આ બેઠકમાં ગુંજશે. કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ રેટ કોન્ટ્રાક્ટ, ડિમોલિશન ખર્ચ અને બાકી ચુકવણાં અંગે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે ભાજપના કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણે વર્ષ 2017થી 2026 સુધીના બાકી બિલો તેમજ પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જવાબ માંગ્યા છે. જનરલ બોર્ડમાં કુલ 63 પ્રશ્નો પર ચર્ચા થવાની છે. સમય મર્યાદા ન હોવાથી બેઠક સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ગત જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરોએ પણ અધિકારીઓને આકરા સવાલો કરીને ચર્ચા ગરમાવી હતી....

