VIDEO: ધોરાજી-જૂનાગઢ ઓવરબ્રિજનું કામ લંબાયું: બિસ્માર ડાયવર્ઝનથી વાહનચાલકો ભારે પરેશાન
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફનો ઓવરબ્રિજ માર્ગ વાહનચાલકો માટે આફત સમાન બન્યો છે. બ્રિજની ધીમી કામગીરી વચ્ચે ચોમાસાના વરસાદથી કાચું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને મસમોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ ધોરાજીના પ્લાસ્ટિક રી-પ્રોસેસ ઉદ્યોગના ૩૫૦થી વધુ કારખાના અને ૧૦ હજાર કામદારો માટે અત્યંત મહત્વનો છે, જેઓ રોજ જીવના જોખમે પસાર થાય છે. વારંવારની રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો સરખો ન કરાતા ઉદ્યોગકારો અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ રાજુ બાલધાએ પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે.

