Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Major repairs will be done on 6 major railway overbridges

Ahmedabad: 6 મુખ્ય રેલવે ઓવરબ્રિજનું થશે મેજર રિપેરિંગ, 152 સ્પાન લિફ્ટ કરી બેરિંગ બદલાશે

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: 6 મુખ્ય રેલવે ઓવરબ્રિજનું થશે મેજર રિપેરિંગ, 152 સ્પાન લિફ્ટ કરી બેરિંગ બદલાશે
સોર્સ : GSTV

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા જર્જરિત અને જૂના બ્રિજોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટા પાયે મરામત કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજમાં તિરાડ પડવા અને સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ જુલાઈ મહિનામાં કરવામાં આવેલા ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે આ કામગીરી શરૂ કરવામાં આવશે.

App Store

તંત્ર દ્વારા શહેરના કુલ 6 મુખ્ય રેલવે ઓવરબ્રિજમાં મેજર રિપેરિંગ કરાશે જેમાં શાહીબાગ ગિરધરનગર બ્રિજ, અસારવા ચામુંડા બ્રિજ, મણીનગર નાથાલાલ ઝઘડા બ્રિજ, ઘોડાસર કેડીલા બ્રિજ, સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ અને ચાંદલોડિયા બ્રિજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  શહેરના અન્ય બ્રિજોમાં પણ જરૂરિયાત મુજબ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે.

બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરિંગ રીપ્લેસમેન્ટ કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીગની મેથડોલોજી ડિઝાઈન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે.