VIDEO: દક્ષાબેન વસાણીના 2015ના સોગંદનામાથી આવાસ વિવાદ ફરી ચર્ચામાં
સોર્સ : gstv
રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના આવાસ વિવાદમાં 2015ના સોગંદનામાની વિગતો સામે આવતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. સામે આવેલા દસ્તાવેજ મુજબ રાજકોટ શહેર અને પાંચ કિલોમીટરના વિસ્તારમાં પોતાના કે પરિવારના નામે મકાન કે જમીન ન હોવાનું જણાવાયું હતું. આવાસમાં પોતે જ રહેવાનું અને અન્ય કોઈને ન આપવાનું પણ સોગંદનામામાં લખાયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બીજી તરફ દક્ષાબેન વસાણીએ કહ્યું છે કે સોગંદનામામાં તેમણે તમામ વિગતો સાચી જ આપી હતી અને તેમના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે. સમગ્ર મામલે પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાના અહેવાલો વચ્ચે આવાસ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

