Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Crowd of devotees at Ramnath Mahadev Temple on the first Monday of Shravan

VIDEO: શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો. આજીનદીમાં સ્થિત સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું. રાજકોટના રાજવીઓના સમયગાળા દરમિયાન રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મંદિર ખાતેનું શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતા છે. શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો રામનાથ મહાદેવના દર્શન કરવા પહોંચે છે. રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પણ રામનાથ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી....

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News