Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Mahisagar: Heavy rains in the district including Lunawada on the first day of Shravan

VIDEO: મહીસાગર: શ્રાવણના પ્રથમ દિવસે જ લુણાવાડા સહિત જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેઘરાજાએ મન મૂકીને વરસી જતાં ચારેય બાજુ ઉત્સાહભર્યો વરસાદી માહોલ જામી ગયો છે. વહેલી સવારથી જ જિલ્લાના તમામ આઠ તાલુકાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. આ મેઘ મહેરના કારણે જિલ્લામાં ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ અને લીલા ઘાસચારા સહિત કુલ 1 લાખ 10 હજાર હેક્ટરમાં થયેલા વાવેતરને નવજીવન અને મોટો ફાયદો થયો છે. સમયસર સારો વરસાદ થવાથી પાક સારો થવાની આશા બંધાઈ છે અને ખેડૂતોના મોઢા પર ખુશી છવાઈ ગઈ છે.

App Store