VIDEO: રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં’ મુદ્દે વિવાદ
સોર્સ : gstv
રાજકોટમાં પોલીસ કમિશનરના ‘નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં’ના જાહેરનામાને લઈને હવે વાહનચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ભૂતખાના ચોક નજીકના પેટ્રોલ પંપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં નંબર પ્લેટ વગર આવેલા વાહનચાલકને પેટ્રોલ ભરવાની ના પાડવામાં આવે છે. ત્યારબાદ વાહનચાલકે વાહનની અંદરથી નંબર પ્લેટ કાઢી પંપ કર્મચારીને બતાવી હોવાનું જોવા મળે છે. પેટ્રોલ ભરાઈ ગયા બાદ વાહનચાલકે ફરી નંબર પ્લેટ કાઢીને મૂકી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસના જાહેરનામાના અમલ અને વાહનચાલકોની રીતને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે.

