VIDEO: આવાસ કૌભાંડના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકામાં આવાસ કૌભાંડના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. જાડેજાએ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે આવાસ હોવાના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે દુકાન કપાતમાં ગઈ હોય તો તેના બદલામાં દુકાન અથવા રોકડ વળતર લઈ શકાય તેમ હતું, તો ગરીબોના આવાસનો લાભ કેમ લેવાયો. વધુમાં મેયર ડો. નેહલ શુક્લ દ્વારા 165 આવાસ રદ કરાયા હોવાનો દાવો કરી મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામામાં આવાસની વિગતો છુપાવ્યાનો પણ આક્ષેપ કરી કમિશનર અને મેયર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.

