Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : case of the murder of a Koli youth, MLA Vimal Chudasama visited the victim's family

VIDEO: કોળી યુવકની હત્યા મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લીધી, હાઈકોર્ટ જવાની ઉચ્ચારી ચિમકી

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોળી સમાજના યુવાન હિમાલય બારૈયાની હત્યા મામલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. તેમની સાથે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ચાર શખ્સોએ મળીને યુવાનની હત્યા કરી હોવા છતાં FIRમાં માત્ર બે જ આરોપીઓના નામ નોંધાયા છે. પરિવારે અગ્નિદાહ આપ્યા બાદ પણ માત્ર બે આરોપીઓના નામ દર્શાવી મોટો અન્યાય કરવામાં આવ્યો છે. 

App Store

 પરિવારને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ જવાની ચિમકી

વિમલ ચુડાસમાએ જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, DGP, IG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીસીટીવી ફૂટેજ સાથે લેખિત પત્ર લખી રજૂઆત કરશે. જો તમામ ગુનેગારોના નામ FIRમાં ઉમેરી પરિવારને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે.