VIDEO: રક્ષાબંધનથી જન્માષ્ટમીના તહેવારોમાં ગોંડલ એસટી ડેપોને ૧.૩૫ કરોડ રૂપિયાની બમ્પર આવક, ગત વર્ષ કરતાં ૧૫ લાખનો વધારો
સોર્સ : gstv
ગોંડલ એસટી તંત્ર દ્વારા રક્ષાબંધનથી જન્માષ્ટમી પર્વ સુધીના તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ રાજકોટ, જૂનાગઢ, જસદણ, દાહોદ અને જામનગર સહિતના રૂટો પર એક્સ્ટ્રા બસોનું કુશળ સંચાલન કરાયું હતું. જેના પરિણામે મુસાફરોને સુવિધાજનક મુસાફરી મળી અને એસટી તંત્રને કુલ ૧.૩૫ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ૧.૨૧ કરોડની આવક થઈ હતી, જેમાં ચાલુ વર્ષે અંદાજે ૧૫ લાખ રૂપિયાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તહેવારોમાં યોગ્ય વહીવટી આયોજન અને સમયસર બસો દોડાવવાથી નિગમને મોટો આર્થિક લાભ થયો છે.

