VIDEO: જેતપુરમાં ૮ કલાક વીજળી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ PGVCL કચેરીએ કર્યો હલ્લાબોલ
સોર્સ : gstv
એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે બીજી તરફ જેતપુર પંથકના ખેડૂતો પર વીજસંકટ ઘેરાયું છે. જૂની સાંકળી, પેઢલા અને મંડલીકપુર ગામના ખેડૂતોને ૮ કલાકના બદલે કટકે-બટકે માંડ ૩ થી ૫ કલાક જ વીજળી મળતી હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પૂરતો પાવર ન મળતા પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે ખેડૂતોએ જેતપુર PGVCL કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ તાત્કાલિક ૮ કલાક સળંગ વીજળી આપવાની માંગ કરી છે અને જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

