VIDEO: રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં માત્ર એક સપ્તાહમાં જ 2,055 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે, જે ગયા સપ્તાહની સરખામણીએ 300થી વધુ કેસનો વધારો દર્શાવે છે. આ સપ્તાહે શરદી-ઉધરસના 878, સામાન્ય તાવના 839 અને ઝાડા-ઉલટીના 338 કેસ નોંધાયા છે. આમ કુલ કેસની સંખ્યા બે હજાર 55 પર પહોંચી છે. આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

