Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Amit Khunt suicide case: After 84 days in jail, main accused Rajdeep Singh Ribda granted bail, Gondal court orders

અમિત ખૂંટ આત્મહત્યા કેસ: 84 દિવસના જેલવાસ બાદ મુખ્ય આરોપી રાજદીપસિંહ રિબડાના જામીન મંજૂર, ગોંડલ કોર્ટનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
અમિત ખૂંટ આત્મહત્યા કેસ: 84 દિવસના જેલવાસ બાદ મુખ્ય આરોપી રાજદીપસિંહ રિબડાના જામીન મંજૂર, ગોંડલ કોર્ટનો આદેશ
સોર્સ : GSTV

Amit Khunt suicide case: ગોંડલના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રિબડાને ગોંડલ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. રાજદીપસિંહ છેલ્લા 84 દિવસથી જેલવાસ ભોગવી રહ્યો છે. ગોંડલ કોર્ટે જામીન મુક્તિનો આદેશ આપતા હવે જેલમુક્ત થશે.

App Store

10 નવેમ્બરે કહ્યું હતું આત્મસમર્પણ
મહત્વનું છે કે અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરિયાદ બાદ રાજદીપસિંહ 6 મહિના ફરાર રહ્યો હતો, જે બાદ 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તે બાદ પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં 13 નવેમ્બરના રોજ જૂનાગઢ જેલમાં ધકેલી દેવાયો હતો. 

શું છે અમિત ખૂંટ આત્મહત્યા કેસ? 
સાવરકુંડલાની 17 વર્ષની સગીરાએ અમિત ખૂંટ પર આરોપ લગાવ્યો હતો કે, 'છેલ્લા બે મહિનાથી તે રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડેલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેને રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે પરિચય થયો હતો અને બંને અવારનવાર મળતા હતા. ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું.'

જો કે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાને ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' 

આ આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ બે યુવતીઓ સાથે મળીને અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવીને બદનામ કરવાનું કાવતરું રચવું અને દુષ્કર્મનો ખોટો કેસ કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદ મૂળ 4 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીઓનો સમાવેશ થાય છે.