Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Alleged vandalism of journalists exposed in Rajkot village

VIDEO: રાજકોટ ગ્રામ્યમાં કથિત પત્રકારોની તોડબાજીનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ ગ્રામ્યમાં કથિત પત્રકારો દ્વારા કારખાનેદારો પાસેથી તોડબાજી કર્યાનો મામલો સામે આવ્યો છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. જય ખોડીયાર સાડીના કારખાનાના માલિક પાસેથી એક લાખની માંગણી કરી 30 હજાર પડાવ્યાનો આરોપ અજય જાદવ અને વિજય પરમાર સામે મૂકાયો છે. જ્યારે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝના માલિક પાસેથી 50 હજાર રૂપિયાનો તોડ કર્યાના આક્ષેપમાં હેમંત શેખવા, રાકેશ પીઠડીયા અને વિજય પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે ખોટી ઓળખ આપી ધાકધમકી આપવામાં આવે તો ડર્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે

App Store