Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Ahead of the festival, the price of single oil and cottonseed oil in Rajkot increased by Rs 25

VIDEO: તહેવાર પહેલા રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં તહેવારોની શરૂઆત પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો ડબ્બો હવે બે હજાર 925 રૂપિયા કે તેથી વધુના ભાવે વેચાઈ રહ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2,825 રૂપિયાએ પહોંચ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તહેવારો નજીક આવતા ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. ભાવવધારાની સીધી અસર હવે ગૃહિણીઓના બજેટ પર જોવા મળશે. તહેવારોની ખરીદી શરૂ થાય તે પહેલાં જ તેલ મોંઘું થતાં ગ્રાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થાય છે કે સ્થિર રહે છે, તેના પર સૌની નજર છે.

App Store