Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Agriculture Minister's statement in Gondal Farmers Conference, big assurance to farmers on power pole issue,

VIDEO:ગોંડલ ખેડૂત સંમેલનમાં કૃષિમંત્રીનું નિવેદન, વીજ પોલ મુદ્દે ખેડૂતોને મોટી ખાતરી

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

એક તરફ વીજકંપનીઓ મુદ્દે ખેડૂતોનો સરકાર સામે આક્રોશ વધી રહ્યો છે..તેના વચ્ચે ગોંડલમાં યોજાયેલા સરકારના ખેડૂત સંમેલનમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભાજપ સરકારે ક્યારેય જગતના તાતનું અહિત વિચાર્યું નથી. ખેતરોમાં વીજ પોલ નાખવા અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે સરકારે ખેડૂતોને મોટી ખાતરી આપતા જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ તેમના હિતમાં એક કલ્યાણકારી નીતિની જાહેરાત કરવામાં આવશે..તેમને કહ્યું કે, જ્યાં સુધી વીજ પોલ અંગે નવી સત્તાવાર જાહેરાત ન થાય  ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને ખેતીકામમાં મુશ્કેલી ન પડે તેવી કડક સૂચના વહીવટી તંત્રને આપી દેવામાં આવી છે.

App Store