VIDEO: કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું નકલી બિયારણ વેચનારા સામે થશે સખ્ત કાર્યવાહી
સોર્સ : gstv
રાજકોટમાં નકલી બિયારણના મુદ્દે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે નકલી બિયારણ વેચનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે રાજ્યના ખેતીવાડી વિભાગને પણ આવા કેસોમાં કડક પગલાં લેવાની સૂચના આપી છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લેવાયેલા બિયારણના નમૂનાઓમાંથી 11 નમૂનાઓ નકલી હોવાનું જણાયું છે, જે ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે નકલી બિયારણનું વેચાણ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.

