VIDEO: રાજકોટ મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થી આપઘાત કેસમાં ABVPનો ભારે વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી આપઘાત કેસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. સમગ્ર મામલે ABVP દ્વારા આજે ફરી એકવાર મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં મારવાડી યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓ એકઠા થયા છે. વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર જ વિરોધ દર્શાવી હલ્લાબોલ શરૂ કરી દીધો છે. સમગ્ર વાતાવરણમાં ભારે ઉત્તેજના અને રોષ જોવા મળી રહ્યો છે.

