VIDEO: મોબાઈલમાં લુડો ગેમ રમતી વખતે મિત્રએ જ મિત્ર પર છરીથી કર્યો હુમલો
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ ચોકડી વિસ્તારમાં મોબાઈલમાં લુડો ગેમ રમવાની બાબતે એક યુવકને મોંઘું પડ્યું છે. બે મિત્રો લુડો ગેમ રમી રહ્યા હતા ત્યારે મુનાભાઇ મકવાણા જીતી ગયા હતા અને સાથી મિત્ર પૈસા લઈને ભાગવા લાગ્યો હતો. આનો વિરોધ કરતા ઉશ્કેરાયેલા સાથી મિત્રે મુનાભાઇ પર છરી વડે ઘાતક હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા લોહીથી લથપથ મુનાભાઇને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થ જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. આ બનાવની માહિતી મળતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

