Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 34 rides will not be allowed on the first day of Rajkot Lok Mela

VIDEO: રાજકોટ લોકમેળાના પ્રથમ દિવસે જ 34 રાઇડ્સને મંજૂરી નહીં

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં આ વર્ષે રાઇડ વિનાનો મેળો ફીક્કો પડ્યો છે. રાજકોટના વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ છે, પરંતુ પ્રથમ દિવસે જ 34 રાઇડ્સને મંજૂરી મળી નથી. 34 રાઇડ્સ અંગેનો અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ જગદીશ બાંગારવાને મળ્યો નથી. ખાસ કરીને મોટી રાઇડ્સની SOP મુજબ ચકાસણી બાકી હોવાથી પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક વલણ અપનાવ્યું છે. 13 સભ્યોની કમિટીનો પોઝિટિવ અભિપ્રાય મળ્યા બાદ જ લાયસન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 34 રાઇડ્સના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે. આજે સાંજે 4:30 કલાકે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થશે. મંજૂરી વિના એકપણ મોટી રાઇડ શરૂ કરવા દેવાશે નહીં. આવતીકાલે સાંજ સુધીમાં લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.

App Store