Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 2 arrested, including BJP worker, for running slaughterhouse

રાજકોટમાં કતલખાનું ચલાવનાર ભાજપના કાર્યકર્તા સહિત 2ની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2025
લાઇવ ટીવીGoogle News
રાજકોટમાં કતલખાનું ચલાવનાર ભાજપના કાર્યકર્તા સહિત 2ની ધરપકડ

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ એ ડિવિઝન પોલીસના ભાજપના કાર્યકર પર ચાર હાથ હોય તેમ વર્તાઈ રહ્યું છે. વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવાના આરોપી એવા ભાજપના કાર્યકર્તા ફારુક મુસાણી ઉપર ચાર હાથ હોય તેવું સાફ વર્તાઈ આવે છે.

App Store

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન હાર્દિક પટેલને લાફો ઝીંકવા સહિતના કેસો પરત ખેંચવા ઉઠી માંગ

ફારુક મુસાણી ગેરકાયદેસર કતલ ખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ગત 17 તારીખે ગૌ પ્રેમીએ કતલખાના મામલે અરજી કરી હતી. જેમાં પોલીસ તપાસમાં આરોપી ફારુક મુસાણી મોચી બજારના ખાડામાં બે માળના મકાનમાં ગેરકાયદેસર કતલ ખાનું ચલાવવાનું સામે આવ્યું હતું. પોલીસે અરજીના આધારે સ્થળ પર જઈ સેમ્પલ લેતા FSLના રિપોર્ટમાં ગૌ માસ હોવાનું સામે આવ્યું હતું. ગત 3 તારીખના રોજ FSL રિપોર્ટ આવી જવા છતાં પોલીસે ત્રણ દિવસ બાદ ગુનો નોંધ્યો છે.

શું ભાજપનો કાર્યકર હોવાથી રાજકોટ એ ડિવિઝન પોલીસના ફારુક પર ગુનો નોંધવામાં વાર લગાડી હતી? આ સમગ્ર મામલે આખરે પોલીસે ત્રણ દિવસ બાદ ગુનો નોંધી ફારુક સહિત બેની ધરપકડ કરી છે.