Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 15 more farmers cheated in Rajkot bogus call center case, presented before SP

VIDEO: રાજકોટ બોગસ કોલ સેન્ટર કેસમાં વધુ ૧૫ ખેડૂતો છેતરાયા, એસપી સમક્ષ રજૂઆત કરી

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડેલા બોગસ કોલ સેન્ટર મામલે હવે વધુ ૧૫ જેટલા પીડિત ખેડૂતો પોલીસ સમક્ષ પહોંચ્યા છે. ખેડૂતોએ ગ્રામ્ય એસપી સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા આરોપ લગાવ્યો કે અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી સહિતની ગેંગે તેમની મજબૂરીનો લાભ લીધો હતો. ખેડૂતોએ ૭થી ૧૦ લાખની લોન સામે કરોડો રૂપિયાની જમીનના દસ્તાવેજ કરી આપ્યા હતા. આ આરોપીઓ બાલાજી લોન હાઉસ, અષ્ટ લક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ અને પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામે પેઢીઓ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. દસ્તાવેજ પરત માગતા ડબલ રૂપિયા માગી ધમકી આપ્યાનો આક્ષેપ છે. એસપી વિજયસિંહ ગુર્જરે ભોગ બનેલા ખેડૂતોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

App Store