Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 13 people were cheated of Rs. 96.30 lakhs by promising high returns in stock market

Rajkot: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13 લોકો સાથે છેતરપિંડી, રૂ. 96.30 લાખની ઠગાઈ કરી

Timeછેલ્લું અપડેટ : 22 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13 લોકો સાથે છેતરપિંડી, રૂ. 96.30 લાખની ઠગાઈ કરી
સોર્સ : GSTV

ગુજરાતમાં શેરબજારના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી છેતરપીંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હોપ સ્યોર કેપિટલના સંચાલકોએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી 13 જેટલા નિર્દોષ રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 96.30 લાખ પડાવી લીધા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હિરેન સુરેશ અકબરી નામના સંચાલક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર લોકો પાસે આરોપીએ જુલાઈ 2024થી કટકે-કટકે પૈસાનું રોકાણ કરાવ્યું હતું. શરુઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે થોડા મહિનાઓ સુધી નિયમિત વળતર ચૂકવ્યું હતું. બાદમાં રોકાણકારોએ પોતાની મૂડી પરત માંગી ત્યારે સંચાલક દ્વારા બહાનાબાજી શરૂ કરવામાં આવી હતી.

App Store