Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Railway track collapses in Murshidabad

VIDEO: મુર્શિદાબાદમાં રેલવે ટ્રેક ધસી પડ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરક્કા રેલવે ટ્રેક પર જમીન ધસી પડવાની ઘટનાને પગલે રેલ સેવા પ્રભાવિત થઈ છે. ટ્રેકની નીચેની જમીનમાં ધસારો થતાં રેલવે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં રેલવે તંત્ર દ્વારા અસરગ્રસ્ત સ્થળે તપાસ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર ગીતિકા પણ અસરગ્રસ્ત સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ પાસેથી તેમણે ટ્રેકની સ્થિતિ અને પુનઃસ્થાપન કામગીરી અંગે માહિતી મેળવી હતી. રેલવે દ્વારા ટ્રેકને સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જમીન ધસી પડવાના કારણે આ માર્ગ પર રેલ વ્યવહાર સામાન્ય થવામાં સમય લાગી શકે છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News